- કેરળ સરકાર દ્વારા જાહેર કરેલ નિર્ણય મુજબ ઉચ્ચ શિક્ષણ વિભાગ હેઠળ આવતી તમામ રાજ્યની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતી મહિલા વિદ્યાર્થીઓ માટે આ માસિક ધર્મ રજા મંજૂર કરવામાં આવશે.
- સરકાર દ્વારા આ નિર્ણય તાજેતરમાં કોચીન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલૉજી (CUSAT) દ્વારા તેના વિદ્યાર્થીઓને માસિક ધર્મની રજા આપવાના નિર્ણયના અનુસંધાને લેવામાં આવ્યો.
- કેરળમાં આ પ્રથમ વખત છે જ્યારે વિદ્યાર્થીઓને આ પ્રકારની માસિક રજા આપવામાં આવી છે.
- ઉપરાંત ગયા મહિને, કેરળમાં કોટ્ટાયમ સ્થિત મહાત્મા ગાંધી યુનિવર્સિટીએ તેમના અભ્યાસક્રમ દરમિયાન ડિગ્રી અને અનુસ્નાતક વિદ્યાર્થીનીઓ માટે 60 દિવસની પ્રસૂતિ રજા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.