કોરિયા ગણરાજ્યના 108 બૌદ્ધો 43 દિવસની તીર્થયાત્રા પર 1100 કિલોમીટરથી વધુ પદયાત્રા કરશે.

  • ભારત અને નેપાળમાં બૌદ્ધ સ્થળોની વૉકિંગ તીર્થયાત્રાનું આયોજન સંગવોલ સોસાયટી દ્વારા કરવામાં આવ્યું છે.
  • 'ઓહ, વી!  ઓહ પ્રેમ!  ઓહ, લાઇફ!' આ યાત્રાનું સ્લોગન રાખવામાં આવ્યું છે.
  • આ યાત્રામાં પ્રવાસીઓ 9 ફેબ્રુઆરીથી 23 માર્ચ, 2023 સુધી ભારત અને નેપાળમાં પવિત્ર બૌદ્ધ સ્થળોની 43 દિવસની મુલાકાતે જશે. 
  • આ આયોજન હેઠળ પ્રવાસીઓ ભારતમાં ઉત્તર પ્રદેશ અને બિહારના બૌદ્ધ તીર્થસ્થાનોની મુલાકાત લેશે અને બાદમાં નેપાળ જશે જેમાં બુદ્ધના જન્મથી લઈને તેમના પરિનિર્વાણ સુધીના જીવનનો સમાવેશ થાય છે.
  • ભારત અને દક્ષિણ કોરિયા રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 50 વર્ષની ઉજવણી કરી રહ્યા છે.  તેના અનુસંધાને આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
  • આ તીર્થયાત્રાનો હેતુ બંને દેશો વચ્ચે મિત્રતા, સહયોગ વધારવાનો અને ભારતમાં તીર્થયાત્રા દ્વારા ભક્તિ પ્રવૃત્તિઓની બૌદ્ધ સંસ્કૃતિને ફેલાવવાનો છે.
108 Buddhist Pilgrims from Republic of Korea on 43-day walking tour

          Post a Comment

          Previous Post Next Post