- આ 12 ઉપગ્રહો બાદ ગુરુ હવે શનિના બદલે સૂર્યમંડળમાં સૌથી વધુ ઉપગ્રહ ધરાવતો ગ્રહ બન્યો છે.
- અત્યાર સુધી શનિ ગ્રહના સૌથી વધુ 83 ઉપગ્રહો હતા.
- ગુરુ ગ્રહના અત્યાર સુધી 80 ઉપગ્રહો હતા જે હવે વધીને 92 થયા છે.
- ગુરુના આ 12 નવા ઉપગ્રહોની શોધ અમેરિકાની કાર્નેગી ઇન્સ્ટિટ્યુશન ફોર સાયન્સના ખગોળશાસ્ત્રી સ્કોટ શેપર્ડે કરી છે.
- વાયુનો વિરાટ ગોળો એવો ગુરુ ગ્રહ હાઇડ્રોજન અને હિલિયમના સંયોજન ન થવાને લીધે સ્ટાર બની શક્યો ન હતો.