- AMRUTPEKS- 2023 સંદેશાવ્યવહાર મંત્રાલય હેઠળના પોસ્ટ વિભાગ દ્વારા આયોજિત રાષ્ટ્રીય પ્રદશન છે જેમાં પોસ્ટેજ સ્ટેમ્પ દ્વારા ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ, વારસો અને ઇતિહાસનું પ્રદર્શન કરવામાં આવ્યું.
- આ ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય વર્કશોપ, પેનલ ચર્ચાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન દ્વારા યુવા પેઢીને ટિકિટ દ્વારા ભારતના પ્રાચીન ઇતિહાસ, વારસા અને સંસ્કૃતિ સાથે જોડવાનો છે.
- આ કાર્યક્રમ 11-15 ફેબ્રુઆરી 2023 દરમિયાન પ્રગતિ મેદાન, નવી દિલ્હી ખાતે યોજવામાં આવ્યો.
- સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે, અમૃતપેક્સ 2023 એ ભારતની વાર્તાને વિવિધ પાસાઓથી વ્યાપકપણે દસ્તાવેજીકરણ અને પ્રદર્શિત કરવાની સૌથી મોટી પહેલ છે.
- આ ઉત્સવમાં ભારતમાં પ્રથમ વખત, વર્ચ્યુઅલ રિયાલિટી, ઓગમેન્ટેડ રિયાલિટી જેવી નવી ટેક્નોલોજીનો ઉપયોગ પોસ્ટેજ સ્ટેમ્પની વાર્તાઓ કહીને સાંસ્કૃતિક વારસો, ઇતિહાસ, પ્રકૃતિ, વન્યજીવન દર્શાવવા માટે કરવામાં આવ્યો.