કેન્દ્ર સરકાર દ્વારા ભારતના 22માં કાયદા પંચની મુદત લંબાવવાની મંજૂરી આપવામાં આવી.

  • આ મુદ્દત લંબાવીને 31મી ઓગસ્ટ, 2024 સુધી કરવામાં આવી.
  • "લો કમિશન ઓફ ઈન્ડિયા- કાયદા પંચ"એ એક બિન-વૈધાનિક સંસ્થા છે, જે ભારત સરકાર દ્વારા સમયાંતરે રચવામાં આવે છે.
  • પ્રથમ કાયદા પંચની સ્થાપના ભારતમાં વસાહતી શાસન દરમિયાન ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા 1833ના ચાર્ટર એક્ટ હેઠળ કરવામાં આવી હતી અને તેની અધ્યક્ષતા લોર્ડ મેકોલે દ્વારા કરવામાં આવી હતી.
  • સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા પંચની સ્થાપના 1955માં ત્રણ વર્ષની મુદત માટે કરવામાં આવી હતી.
  • આ કમિશનના અધ્યક્ષ એમ.સી. સેતલવાડ હતા, જેઓ ભારતના પ્રથમ એટર્ની-જનરલ પણ હતા.
  • ભારતના વર્તમાન 22મા કાયદા પંચનો કાર્યકાળ 20મી ફેબ્રુઆરી, 2023ના રોજ સમાપ્ત થાય છે.
  • કમિશનનું કાર્ય કાયદાકીય સુધારા અંગે સરકારને સંશોધન અને સલાહ આપવાનું છે.
  • તે કાયદાકીય નિષ્ણાતોથી બનેલું છે અને તેના અધ્યક્ષ નિવૃત્ત ન્યાયાધીશ હોય છે.
  • 22માં કાયદા પંચના અધ્યક્ષ કર્ણાટક HCના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ઋતુરાજ અવસ્થી અને ન્યાયાધીશ કે.ટી. શંકરન, પ્રો. આનંદ પાલીવાલ, પ્રો. ડી.પી. વર્મા, પ્રો.(ડૉ) રાકા આર્ય અને  એમ. કરુણાનિથી કમિશનના સભ્યો તરીકે કાર્યરત છે.
Cabinet approves the extension of the term of the Twenty-second Law Commission of India

Post a Comment

Previous Post Next Post