મુખ્યમંત્રી દ્વારા પ્રસિદ્ધ ગુજરાતી લેખક પન્નાલાલ પટેલની આત્મકથાની અંગ્રેજી આવૃત્તિ 'ફાઈન્ડિંગ ગટ્ટુ' નું વિમોચન કરવામાં આવ્યું.

  • આ પુસ્તક પન્નાલાલ પટેલનાં દોહિત્રી નતાશા પટેલ નેમા દ્વારા તેમની ગુજરાતી આત્મકથાનું અંગ્રેજીમાં કરાયેલું રૂપાંતર છે.
  • પન્નાલાલ પટેલનો જન્મ ૭ મે ૧૯૧૨ના રોજ હાલ રાજસ્થાન રાજ્યમાં આવેલા ડુંગરપુર જિલ્લાના માંડલી ગામમાં થયો હતો.
  • તેઓએ ઇડરની સર પ્રતાપ હાઇ સ્કૂલમાં માત્ર ચોથા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હતો. 
  • તેઓએ ૬૧ નવલકથાઓ, ૨૬ ટૂંકી વાર્તાના સંગ્રહો અને અન્ય ઘણું સર્જન કર્યું હતું.
  • તેઓએ તેમની પ્રથમ ટૂંકી વાર્તા શેઠની શ્રદ્ધા વર્ષ ૧૯૩૬માં લખી હતી પછીથી, તેમની વાર્તાઓ ઘણાં ગુજરાતી સામયિકોમાં પ્રગટ થઇ. વર્ષ ૧૯૪૦માં, તેમની પ્રથમ નવલકથા વળામણાં અને  વર્ષ 1941માં મળેલા જીવ, વર્ષ 1947માં માનવીની ભવાઇ અને અન્ય નવલકથાઓ પ્રગટ થઇ હતી.
  • તેમણે પોતાના સંઘર્ષના દિવસોને 'વાસંતી દિવસો' ગણાવ્યા હતા.
  • તેમની કૃતિ 'કંકુ' પરથી ગુજરાતી ફિલ્મ બની હતી. 
  • ૬ એપ્રિલ ૧૯૮૯ના રોજ અમદાવાદમાં બ્રેઈન હેમરેજથી તેમનું અવસાન થયું હતું.
  • તેઓને વર્ષ ૧૯૫૦માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક અને  વર્ષ ૧૯૮૫માં તેમની રચના "માનવીની ભવાઈ" માટે સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર જ્ઞાનપીઠ પુરસ્કાર સન્માનિત કરવામાં આવ્યા હતા.
  • તેઓ ઉમાશંકર જોષી પછી જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર તેઓ બીજા ગુજરાતી ભાષાના લેખક હતા.
  • તેઓને 'સાહિત્ય જગતનો ચમત્કાર' અને 'ગુજરાતી સાહિત્યનું પરમ વિસ્મય' જેવા બિરુદોથી નવાજવામાં આવ્યા છે.
cm releases english edition of gujarati writer pannalal patel autobiography.

Post a Comment

Previous Post Next Post