- નવો જાહેર કરેલ દરને તાત્કાલિક અસરથી અમલમાં મુકાયો છે જે 12 વર્ષ જૂના દર કરતા બમણો છે.
- આ દર વધવાથી જમીન-મકાન માટેના દસ્તાવેજ ખર્ચ વધી જશે.
- આ માટે સરકારના મહેસૂલ વિભાગ દ્વારા નોટિફિકેશન પ્રસિદ્ધ કરાયું છે.
- આ વધારાથી રાજ્ય સરકારને સ્ટેમ્પ અને રજીસ્ટ્રેશન ફી દ્વારા મળતી રકમમાં 2,000 કરોડની આવક વધશે.
- જે ખેડૂતોની જમીન સરકાર સંપાદિત કરે છે તેઓને જમીનના ઊંચા મૂલ્ય મળશે.