- આ ટ્રેનમાં અગિયાર દિવસના પ્રવાસ દરમિયાન, યાત્રાળુઓ શીખ ધર્મનાં પ્રખ્યાત દર્શનીય સ્થળોની મુલાકાત લઈ શકશે.
- આ સ્થળોમાં શીખ ધર્મના પવિત્ર પાંચ તખ્તનો સમાવેશ થાય છે. જેમાં આનંદપુર સાહિબ ખાતે શ્રી કેસગઢ સાહિબ ગુરુદ્વારા અને વિરાસત-એ-ખાલસા, કિરાતપુર સાહિબ ખાતે ગુરુદ્વારા શ્રી પાતલપુરી સાહિબ, સરહિંદ ખાતે ગુરુદ્વારા શ્રી ફતેહગઢ સાહિબ, અમૃતસર ખાતે શ્રી અકાલ તખ્ત સાહિબ અને શ્રી હરમંદિર સાહિબ, ભટિંડા ખાતે શ્રી દમદમા સાહિબ, તખ્ત સચખંડ શ્રી હઝુર સાહિબ નાંદેડ ખાતે, ગુરુદ્વારા શ્રી ગુરુ નાનક ઝીરા સાહિબ બિદર ખાતે અને ગુરુદ્વારા શ્રી હરમંદરજી સાહિબ પટના ખાતેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- આ ટ્રેનમાં મુસાફરો ઉત્તરપ્રદેશમાં લખનૌ, સીતાપુર, પીલીભીત અને બરેલીમાંથી બેસી શકશે કે ઉતરી શકશે.
- IRCTC દ્વારા નવ સ્લીપર ક્લાસ કોચ, એક એસી-3 અને એક એસી-2 ટાયર કોચની સાથે આ ટ્રેનનું સંચાલન કરવામાં આવશે.
- 678 મુસાફરોની ક્ષમતા ધરાવતી આ ટ્રેનમાં IRCTCએ સ્ટાન્ડર્ડ, સુપિરિયર અને કમ્ફર્ટ એમ ત્રણ કેટેગરીના પેકેજ રાખ્યા છે.જેમાં સ્લીપરની કિંમત 24,000 રૂપિયા, AC-3ની કિંમત 36,000 રૂપિયા અને AC-2ની કિંમત 48,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે.