- આ ટ્રેનમાં પેકેજ લઈને મુસાફરો ગુજરાત યાત્રા કરી શકશે.
- આ 'ગરવી ગુજરાત' યાત્રા ટ્રેનની મુસાફરી 28 ફેબ્રુઆરી 2023ના રોજ દિલ્હીના સફદરગંજ રેલવે સ્ટેશનથી શરૂ કરવામાં આવશે.
- આ ટ્રેનમાં 4 ફર્સ્ટ એસી કોચ, 2 જનરલ એ.સી. કોચ રહેશે. આ ટ્રેન દિવસમાં લગભગ 8 કલાક મુસાફરી કરી લગભગ 3500 કિલોમીટરની સફર 8 દિવસમાં પૂર્ણ કરી ગુજરાતના હેરિટેજ સ્થળો અને યાત્રાધામોની મુલાકાત કરાવશે.
- ટ્રેનમાં એક સાથે 156 જેટલા પ્રવાસીઓ મુસાફરી કરી શકશે.
- આ ટ્રેનમાં એક લક્ઝુરિયસ પેન્ટ્રી કાર અને બે રેલ રેસ્ટોરન્ટ,આધુનિક કિચન, બાથરૂમ અને સીસી ટીવી કેમેરાની સુવિધા હશે.
- ગરવી ગુજરાત ટ્રેન ટૂર અક્ષરધામ મંદિર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચાંપાનેર, સોમનાથ, અમદાવાદ, સાબરમતી મંદિર, મોઢેરા સૂર્ય મંદિર, યુનેસ્કો હેરિટેજ સાઈટ રાની કી વાવ, પાટણમાં નાગેશ્વર જ્યોતિર્લિંગ જેવા સ્થળોની મુલાકાત કરાવશે.
- આ ટ્રેનની મુસાફરી માટે IRCTC વેબસાઇટની મુલાકાત લઈને ગરવી ગુજરાત ટ્રેન ટૂર પેકેજ પસંદ કરી શકાશે અને મુસાફરી માટે હપ્તામાં ચૂકવણી કરવાની સુવિધાપણ આપવામાં આવશે.
- આ ટ્રેન ટૂર પેકેજ સ્વાતંત્ર્ય સેનાની સરદાર વલ્લભભાઈ પટેલના જીવન પર આધારિત કેન્દ્રની યોજના 'એક ભારત શ્રેષ્ઠ ભારત' ની તર્જ પર તૈયાર કરવામાં આવ્યું છે.
