- પૃથ્વી-નિરીક્ષણ ઉપગ્રહને સપ્ટેમ્બરમાં સંભવિત પ્રક્ષેપણ માટે આ મહિનાના અંતમાં ભારત મોકલવામાં આવશે.
- 'નાસા-ઇસરો સિન્થેટિક એપરચર રડાર (નિસાર) સેટેલાઇટ' નામક આ ઉપગ્રહ પૃથ્વીની જમીન અને બરફની સપાટીનો વધુ વિગતવાર અભ્યાસ કરવામાં મદદ કરશે.
- ઉલ્લેખનીય છે કે ઈસરો અને નાસાએ 2014માં 2,800 કિલો વજનનો આ ઉપગ્રહ બનાવવા માટેની શરૂઆત કરી હતી.
- માર્ચ 2021માં ISRO ભારતમાં વિકસિત તેના 'S-band SAR પેલોડ' ને જેટ પ્રોપલ્શન લેબોરેટરી (JPL) દ્વારા બનાવવામાં આવેલ L-band પેલોડ સાથે સંકલન માટે નાસામાં મોકલવામાં આવ્યું હતું.
