- આ ફેક્ટરીનો શિલાન્યાસ 2016 માં કરવામાં આવ્યો હતો.
- તે એક સમર્પિત નવી ગ્રીનફિલ્ડ હેલિકોપ્ટર ફેક્ટરી છે જે હેલિકોપ્ટર બનાવવાની ક્ષમતા અને ઇકોસિસ્ટમને વધારશે.
- આ ફેક્ટરી એશિયાની સૌથી મોટી હેલિકોપ્ટર ઉત્પાદન ફેક્ટરી છે તેમાં શરૂઆતમાં લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર (LUH) નું ઉત્પાદન કરશે.
- LUH એ સ્વદેશી રીતે ડિઝાઇન કરાયેલ અને વિકસિત 3-ટન વર્ગનું, સિંગલ-એન્જિન મલ્ટીપર્પઝ યુટિલિટી હેલિકોપ્ટર છે જે ઉચ્ચ કવાયતની વિશિષ્ટ વિશેષતા ધરાવે છે.
- આગામી સમયમાં લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર (LCH) અને ભારતીય મલ્ટીરોલ હેલિકોપ્ટર (IMRH) જેવા અન્ય હેલિકોપ્ટરનું ઉત્પાદન કરવા તેમજ LCH, LUH, સિવિલ ALH અને IMRHના સમારકામ અને ઓવરહોલ માટે ભવિષ્યમાં ફેક્ટરીનું વિસ્તરણ કરવામાં આવશે.