- ઉત્તરાખંડ મેટ્રો કોર્પોરેશના હરિદ્વારમાં પોડ ટેક્સી ચલાવવાના પ્રસ્તાવને ઉત્તરાખંડ સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
- કેબિનેટ દ્વારા હરિદ્વારમાં 20.74 કિલોમીટર લાંબા ટ્રેક પર પર્સનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ હેઠળ પોડ ટેક્સીઓને ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે.
- હરિદ્વાર પોડ ટેક્સી પ્રોજેક્ટ પીપીપી મોડ પર તૈયાર કરવામાં આવશે.
- આ માટે હરિદ્વારના જ્વાલાપુરના છેડાથી ભારત માતા મંદિર અને દક્ષ પ્રજાપતિ મંદિરથી લક્સર રોડ સુધી કુલ 4 કોરિડોર બનાવવામાં આવશે.
- કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી મળ્યા બાદ આ માટે ટેન્ડર મંગાવવામાં આવશે.
- પોડ ટેક્સીના આ રૂટના મુખ્ય સ્ટેશનમાં સીતાપુર, જ્વાલાપુર, આર્ય નગર, રામનગર, રેલ્વે સ્ટેશન, હરકી પૈડી, ખડખાડી, મોતીચુર, શાંતિકુંજ, ભારત માતા મંદિર, ગણેશપુરા મંદિર, જગજીતપુર અને લક્સરનો સમાવેશ થાય છે.
- પર્સનલ રેપિડ ટ્રાન્સપોર્ટ (PRT) અથવા પોડ કાર અથવા પોડ ટેક્સી ટેક્નોલોજી કારના નામ છે. તે સૌર ઊર્જાની મદદથી ચલાવવામાં આવે છે.
- આ ટેકસી સંપૂર્ણપણે ઓટોમેટિક બનાવવામાં આવી છે જેના દ્વારા એક સમયે 3 થી 6 મુસાફરોને લઈ જઈ શકાશે.
- વિશ્વની પ્રથમ પોડ કાર વેસ્ટ વર્જિનિયા યુનિવર્સિટીમાં 1970માં ચલાવવામાં આવી હતી.
