કેન્સર જેવી ગંભીર બીમારીમાં ઉપયોગી દુર્લભ તત્વ "એસ્ટાટાઈન" શોધાયું.

 • આ તત્વ કચ્છ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા કચ્છમાંથી શોધી કાઢવામાં આવ્યું.
 • કચ્છમાં વર્ષ 2017થી મશરૂમની ખેતી શરૂ થઈ છે.ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી દ્વારા મશરૂમમાં ગુણકારી પદાર્થ શોધવા માટેના સંશોધનમાં કચ્છ યુનિવર્સિટીના કેમિસ્ટ્રી વિભાગને એસ્ટેટાઈન નામનું ખૂબ જ દુર્લભ રેડીયોએક્ટિવ પદાર્થ મળી આવ્યું છે.
 • કેન્સરના સારવાર માટે રેડીયેશન થેરેપીમાં આ એસ્ટેટાઈન એક મહત્વનું ભાગ ભજવે છે.
 • વૈજ્ઞાનિકોએ એવી જગ્યા અને પદાર્થ શોધી કાઢ્યો છે કે જેમાંથી નિર્માણ પામતા કચ્છના મશરૂમમાંથી એસ્ટેટીન અલગ પાડી શકાય. 
 • આ તત્ત્વના ઉપયોગથી અત્યારે અમેરિકા જેવા દેશોમાં કેન્સરની સારવાર થઇ રહી છે આ તત્વથી અન્ય દેશોની જેમ સારવારમાં થતી આડઅસરો જેવી આડઅસર થતી નથી.
 • ઉલ્લેખનીય છે કેગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી દ્વારા 2017માં કચ્છના સૂકા વાતાવરણમાં મશરૂમની ખેતી શરૂ કરી એક નવી ક્રાંતિ સર્જી હતી.
 • પિંક ઑયસ્ટર મશરૂમ બાદ ગાઈડ દ્વારા લેબમાં ઉગતા મેડીસીનલ મશરૂમની એક પ્રજાતિ કોર્ડીસેપ્સનું પણ સફળ વાવેતર કરવામાં આવ્યું હતું. 
 • આ મશરૂમમાં મળી આવતા ગુણકારી પદાર્થો જાણવા ગાઈડ દ્વારા પિંક ઑયસ્ટર મશરૂમ પર સંશોધન શરૂ કરવામાં આવ્યું હતું. 
 • આ એસ્ટેટાઈન એક એવું દુર્લભ રેડિયોએક્ટિવ પદાર્થ છે કે એક અંદાજ મુજબ સમગ્ર પૃથ્વી પર માત્ર 25 ગ્રામ એસ્ટેટાઈન હાજર છે. 
 • હાઇલી અનસ્ટેબલ ગણાતા આ પદાર્થની વયમર્યાદા મહત્તમ આઠ કલાક છે અને તે કારણે જ આજ સુધી તેના પર વધારે સંશોધન થઈ શકયું નથી.
 • કેન્સરની સારવારમાં કીમો થેરાપી અને રેડિયો થેરાપીની પદ્ધતિ છે તેમાં વપરાતા કોબાલ્ટ તત્ત્વનો સખત વિકલ્પ એ એસ્ટેટાઈન છે.
 • કોબાલ્ટના ઉપયોગથી સારવારમાં દર્દીના કેન્સર સેલની સાથે શરીરને ઉપયોગી તંદુરસ્ત સેલ પણ નાશ પામે છે. 
 • આથી દર્દીને નબળાઇ, વાળ ખરી જવા જેવા નુકસાન થાય છે. એસ્ટેટાઈનની કોઇ આડઅસર નથી. એ માત્ર કેન્સરના કોષને નષ્ટ કરે છે. જો કે એસ્ટેટીન એ પેદા કરવાના માત્ર આઠ કલાક સજીવ રહે છે, જ્યારે કોબાલ્ટ તત્ત્વ એ શરીરમાં ગયાના 1 વર્ષ સુધી સાઇડ ઇફેક્ટ કરી શકે છે. 
Rarest element used in cancer cure extracted from Kutch mushrooms

Post a Comment

Previous Post Next Post