- ઈન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ગ્રીન બોન્ડ 10 ફેબ્રુઆરીએ લોન્ચ કરવામાં આવશે. જે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં પણ લિસ્ટેડ થશે.
- કોર્પોરેશન બોન્ડ દ્વારા રૂ. 244 કરોડ એકત્ર કરશે જેના દ્વારા 60 મેગાવોટની ક્ષમતા ધરાવતો સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવામાં આવશે.
- આ સિવાય ઈન્દોર મહાનગરપાલિકા સળંગ છ વર્ષથી સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ સ્થાન મેળવે છે.
- ઈન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશનના ગ્રીન બોન્ડમાં કોઈપણ રોકાણ કરી શકશે. આ માટે ડીમેટ ખાતું હોવું જરૂરી છે. બોન્ડની ઇશ્યૂ કિંમત અને ફેસ વેલ્યુ રૂ 1,000 છે. જેમાં 10,000 રૂપિયાનું ન્યૂનતમ રોકાણ કરવું પડશે.