- ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ સોનિયાબેન ગોકાણી 25 ફેબ્રુઆરીના રોજ નિવૃત્ત થતાં હોવાથી તેઓની જગ્યાએ જસ્ટિસ એ.જે. દેસાઈની નિમણૂક કરવામાં આવી.
- 21 નવેમ્બર 2011ના રોજ તેઓની હાઇકોર્ટના એડિશનલ જજ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
- જસ્ટિસ એ.જે.દેસાઇના પિતા વર્ષ 1983થી 1989 સુધી હાઇકોર્ટના જસ્ટિસ હતા.
- જસ્ટિસ એ.જે.દેસાઈએ વર્ષ 1985માં સર એલ.એ.શાહ લો કોલેજમાંથી એલએલબીની ડિગ્રી મેળવી હતી.
- તેઓની વર્ષ 1995માં હાઇકોર્ટમાં આસિસ્ટન્ટ ગર્વમેન્ટ પ્લીડર અને તરીકે પબ્લિક પ્રોસિક્યુટર તરીકે પણ નિમણૂક કરાઇ હતી.