- આ બજેટ ગુજરાતના નાણામંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા રજૂ કરાયું છે જેનું કદ 3,01,021.61 કરોડ છે જે છેલ્લા બજેટ કરતા 23% વધુ છે.
- કનુભાઇએ પોતાના કાર્યકાળમાં બીજી વાર બજેટ રજૂ કર્યું છે.
- ગુજરાતના આ બજેટમાં કોઇ નવા કરવેરા લવાયા નથી તેમજ CNG-PNG ના દર પણ 15%થી ઘટાડીને 5% કરવામાં આવ્યા છે.
ગુજરાત બજેટ વિશેષ:
- વર્ષ 2022થી નાણામંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા ગુજરાતના બજેટને લાલ પોથીમાં લાવવાની પરંપરા શરુ કરવામાં આવી હતી જેને ચાલુ વર્ષે પણ જાળવી રખાઇ છે.
- આ પોથીમાં હસ્તકલા તરીકે ખાટલી ભરતકામ કરવામાં આવેલ છે જેમાં મોઢેરા મંદિર તેમજ ગુજરાતના મુખ્ય ક્ષેત્રોના પ્રતિકોને આવરી લેવાયા છે.
વિવિધ વિભાગ મુજબ નાણાની વહેંચણી:
- સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ: 5,580 કરોડ
- આદિજાતિ વિકાસ વિભાગ: 3,410 કરોડ
- શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ: 2,538 કરોડ
- શિક્ષણ વિભાગ: 43,651 કરોડ
- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ: 15,182 કરોડ
- મહિલા અને બાળ વિકાસ વિભાગ: 6,064 કરોડ
- અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ: 2,165 કરોડ
- રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ: 568 કરોડ
- પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ: 10,743 કરોડ
- શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ: 19,685 કરોડ
- ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ: 8,738 કરોડ
- માર્ગ અને મકાન વિભાગ: 20,642 કરોડ
- બંદરો અને વાહન વ્યવહાર વિભાગ: 3,514 કરોડ
- જળ વિભાગ: 9,705 કરોડ
- પાણી પુરવઠા વિભાગ: 6,000 કરોડ
- વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ: 2,193 કરોડ
- કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ: 21,605 કરોડ
- ઉદ્યોગ અને ખાણ વિભાગ: 8,589 કરોડ
- પ્રવાસન વિભાગ: 2,077 કરોડ
- વન અને પર્યાવરણ વિભાગ: 2,063 કરોડ
- ક્લાઈમેટ ચેન્જ વિભાગ: 937 કરોડ
- ગૃહ વિભાગ: 8,574 કરોડ
- કાયદા વિભાગ: 2,014 કરોડ
- મહેસૂલ વિભાગ: 5,140 કરોડ
- સામાન્ય વહીવટ વિભાગ: 1,980 કરોડ
- માહિતી અને પ્રસારણ વિભાગ: 257 કરોડ
ગુજરાત બજેટનો ઇતિહાસ:
- મહારાષ્ટ્રમાંથી છુટા પડ્યા બાદ ગુજરાતનું પ્રથમ બજેટ રાજ્યના તે સમયના મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતાએ રજૂ કર્યું હતું જેનું કદ 115 કરોડ રુપિયા હતું.
- આ બજેટ તેઓએ 22 ઑગષ્ટ, 1960ના રોજ ગુજરાતની કામચલાઉ વિધાનસભા અમદાવાદ ખાતે રજૂ કર્યું હતું.
- ગુજરાતનું બજેટ સૌથી વધુ વાર રજૂ કરવાનો વિક્રમ વજુભાઇ વાળાના નામ પર છે જેઓએ કુલ 18 વાર બજેટ રજૂ કર્યું છે.