ભારતીય મૂળના બ્રિટિશ લેખક સલમાન રશ્દી દ્વારા નવું પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું.

  • નવા પ્રકાશિત કરવામાં આવેલા પુસ્તકનું નામ 'વિક્ટરી સિટી' છે જે 14મી સદીમાં આધારિત છે. આ નવલકથા એ મૂળ સંસ્કૃતમાં લખાયેલા ઐતિહાસિક મહાકાવ્યનો અનુવાદ છે.  આ પુસ્તક પમ્પા કેમ્પાનાની વાર્તા કહે છે, એક યુવાન અનાથ છોકરી જે જાદુઈ શક્તિઓ સાથે જન્મે છે  તેને દેવીનો આશીર્વાદ છે. આ પુસ્તકમાં આધુનિક ભારતમાં બિસ્નાગા તરીકે શહેરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
  • ઉલ્લેખનીય છે કે તેઓ પર ગયા વર્ષે ન્યૂયોર્કમાં જીવલેણ હુમલો થયો હતો જેમાં તેઓએ એક આંખની દૃષ્ટિ કાયમ માટે ગુમાવી હતી. 
  • 33 વર્ષ પહેલા ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા રુહોલ્લાહ ખોમેનીએ તેમની પુસ્તક 'ધ સેટેનિક વર્સિસ'ને લઈને તેમની વિરુદ્ધ ફતવો બહાર પાડ્યો હતો.   
  • તેમના પર ફતવો ચાલુ હોવાથી તેણે 9 વર્ષ અંગ્રેજ પોલીસની સુરક્ષામાં પસાર કરવા પડ્યા હતા.
  • તેઓનો જન્મ ભારતમાં 19 જૂન, 1947ના રોજ બોમ્બેમાં મુસ્લિમ-કાશ્મીરી પરિવારમાં થયો હતો.
  • તેઓને તેમની બીજી નવલકથા, "મિડનાઈટ્સ ચિલ્ડ્રન" માટે વર્ષ 1981માં બુકર પ્રાઈઝ મળ્યો હતો.
  • ઉપરાંત 16 જૂન 2007ના રોજ બ્રિટનની રાણીના જન્મદિવસના સન્માનમાં સાહિત્યની સેવાઓ માટે "નાઈટ"નો ખિતાબ આપવામાં આવ્યો હતો. 
salman rushdie's new book released victory city

Post a Comment

Previous Post Next Post