દક્ષિણ પૂર્વીય તુર્કી અને ઉત્તર સીરિયામાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.

  • ભારત સરકાર દ્વારા આ દેશોમાં મદદ માટે ભારતમાંથી 'નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)' મોકલેલ છે.
  • ભારત દ્વારા NDRF ની ટીમ સાથે અસરગ્રસ્ત તુર્કીના નાગરીકો માટે ઉપકરણો સહિત 108 ટન રાહત સામગ્રી તેમજ તબીબી અને બચાવ ટુકડીઓ પણ મોકલવામાં આવ્યા છે.
  • ભારત સરકાર દ્વારા આ બચાવ અભિયાનને 'ઓપરેશન દોસ્ત' નામ આપવામાં આવ્યું છે.
  • અગાઉ વર્ષ 2021માં હૈતીમાં 7.2ની તીવ્રતાનો ભૂંકપ આવ્યો હતો.
  • ગુજરાતમાં વર્ષ 2001માં 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

Hypocenter

  • ભૂકંપ જ્યાથી ઉત્પન્ન થાય તે જગ્યાને Hypocenter કહે છે.
  • Hypocenter થી એકદમ ઉપર આવેલ પૃથ્વીની સપાટીને તે ભૂકંપનું એપીસેન્ટર કહેવામાં આવે છે.
  • ભૂકંપનું એપીસેન્ટર જ્યારે દરિયામાં હોય ત્યારે સમુદ્રતળ ખસવાને લીધે ત્સુનામી પેદા થાય છે.

ભૂકંપ વિશે:

  • પૃથ્વીના lithosphere પડમાં અચાનક ઊર્જા મુક્ત થવાથી ઉત્ત્પન્ન થતા કંપન (seismic wave) થાય છે તેને ભૂકંપ કહે છે.
  • ભૂકંપને સિસ્મોગ્રાફ / Seismograph દ્વારા માપવામાં આવે છે.
  • ભૂકંપની તીવ્રતાને રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે જેની શોધ ચાર્લ્સ એફ. રિક્ટર દ્વારા વર્ષ 1934માં કરવામાં આવી હતી.

ભારતમાં આવેલ ભૂકંપ ઝોન:

  • ઝોન 1 (સુરક્ષિત): ભારત સરકાર દ્વારા રિવાઇઝ કરાયેલ ભૂકંપ ઝોન નકશામાં આ ઝોનમાં કોઇ વિસ્તારને સામેલ કરાયો નથી.
  • ઝોન 2 (ઓછું જોખમ ધરાવતા વિસ્તાર): તિરુચિલાપલ્લી, બુલંદશહેર, મરોદાબાદ, ગોરખપુર, ચંદીગઢ
  • ઝોન 3 (મધ્યમ જોખમ ધરાવતા વિસ્તાર): ચેન્નાઇ, મુંબઇ, બેંગલુરુ, કોલકત્તા, ભૂવનેશ્વર, ગુજરાત.
  • ઝોન 4 (ઉચ્ચ જોખમ ધરાવતા વિસ્તાર): જમ્મુ-કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, સુંદરવન, બિહાર, દિલ્હી, મહારાષ્ટ્ર, પાટણ.
  • ઝોન 5 (અતિઉચ્ચ જોખમ ધરાવતા વિસ્તાર): કાશ્મીર, મધ્ય હિમાલય વિસ્તાર, ઉત્તર અને મધ્ય બિહાર, ઉત્તર-પૂર્વીય ભારતીય ક્ષેત્ર, કચ્છનું રણ તેમજ આંદામાન-નિકોબાર દ્વીપ સમૂહ.

ભૂકંપની તીવ્રતા અને પ્રભાવ:

  • 2 થી ઓછો: અનુભવ થતો નથી
  • 2 થી 3.9: અનુભવ થાય છે પણ નુકસાન થતું નથી.
  • 4 થી 5: ઘરની વસ્તુઓમાં કંપન થાય છે.
  • 5 થી 5: કાચી ઇમારતોને નુકસાન થાય છે.
  • 6 થી 6.9: ભૂકંપ-પ્રૂફ સિવાયના બાંધકામોને અસર કરે છે એપીસેન્ટરથી 150 કિ.મી. દૂર સુધી પ્રભાવી હોય છે.
  • 7 થી 7.9: લગભગ તમામ ઇમારતોને નુકસાન પહોંચાડે છે એપીસેન્ટરથી 250 કિ.મી. સુધી પ્રભાવી હોય છે.
  • 8 થી 8.9: વિશાળ ક્ષેત્રમાં મોટા પાયે જાનમાલની હાનિ પહોંચાડે છે.
  • 9 થી વધુ: તમામ બાંધકામને નષ્ટ કરે છે, જમીન સ્તરને કાયમી માટે બદલી નાખે છે.

મેગ્નિટ્યુડની દૃષ્ટિએ વિશ્વના સૌથી મોટા ભૂકંપ:

  • 22 મે, 1960: વાલ્દિવિયા, ચિલી (9.6)
  • 27 માર્ચ, 1964: અલાસ્કા, યુએસ. (9.2)
  • 4 નવેમ્બર, 1952: કામચટ્કા, રશિયા (9.0)
  • 31 જાન્યુઆરી, 1906: કોલમ્બિયા, ઇક્વાડૉર (8.8)
  • 4 ફેબ્રુઆરી, 1965: અલાસ્કા, યુ.એસ. (8.7)
  • 15 ઑગષ્ટ, 1950: આસામ, ભારત (8.7)
  • 9 માર્ચ, 1957: અલાસ્કા, યુ.એસ. (8.6)
  • 1 એપ્રિલ, 1946: અલેશ્યિન ટાપુ, યુ.એસ. (8.6)
  • 13 ઑક્ટોબર, 1963: કુરિલ ટાપુ, રશિયા (8.5)
  • 1 ફેબ્રુઆરી, 1938: બાન્ડા સમુદ્ર, ઇન્ડોનેશિયા (8.5)
  • 10 નવેમ્બર, 1922: અટાકામા, ચિલી (8.5)
  • 25 જૂન, 1917: દક્ષિણ સામોઆ (8.5)

ભારતમાં આવેલા સૌથી મોટા ભૂકંપ:

  • 15 ઑગષ્ટ, 1950: આસામ (8.6)
  • 12 જૂન, 1897: શિલોંગ (8.0)
  • 26 ઑગષ્ટ, 1833: બિહાર (8.0)
  • 31 ડિસેમ્બર, 1881: આંદામાન (7.9)
  • 01 સપ્ટેમ્બર, 1803: ઉત્તરાખંડ (7.8)
  • 16 જૂન, 1819: ગુજરાત (7.7)
  • 26 જૂન, 1941: આંદામાન ટાપુ (7.7)
  • 26 જાન્યુઆરી, 2001: ગુજરાત (7.7)
operation dost turkey

Post a Comment

Previous Post Next Post