બ્રિટનમાં કિંગ ચાર્લ્સ III ની છબી દર્શાવતી ટપાલ ટિકિટોનું અનાવરણ કરવામાં આવ્યું.

  • આ ટિકિટમાં જેમાં કિંગનું માથું, સ્ટેમ્પની કિંમત અને બારકોડ જ દેખાય છે જે 4 એપ્રિલથી સામાન્ય વેચાણ માટે ઉપલબ્ધ થશે.  
  • હાલમાં છૂટક વિક્રેતાઓ તેમમ પાસે ઉપલબ્ધ રાણીની છબી વાળા સ્ટેમ્પ્સનું વેચાણ ચાલુ રાખી શકશે જ્યારે રોયલ મેઈલનો હાલનો સ્ટોક સમાપ્ત થઈ જશે ત્યારે નવી સ્ટેમ્પ્સ સપ્લાય કરવામાં આવશે.  
  • બ્રિટિશ કલાકાર આર્નોલ્ડ માચિન દ્વારા વર્ષ 1960ના દાયકામાં દશાંશ સિક્કાઓ માટે રાણીનું પૂતળું અને પછી તેની છબી દર્શાવતી ટપાલ ટિકિટો તૈયાર કરવામાં આવી હતી. 
  • ચાર્લ્સની છબી એ બ્રિટિશ શિલ્પકાર માર્ટિન જેનિંગ્સ દ્વારા બનાવેલ પોટ્રેટનું અનુકૂલિત સંસ્કરણ છે, જે પહેલાથી જ ચલણમાં છે તેવા યુકેના નવા સિક્કાઓ માટે ધ રોયલ મિન્ટ માટે બનાવવામાં આવ્યું હતું. 
  • ઉલ્લેખનીય છે કે બ્રિટનની રાણી એલિઝાબેથનું 8 સપ્ટેમ્બરે નિધન થયું ત્યારબાદ તેઓના પુત્ર ચાર્લ્સને બ્રિટનના રાજા બનાવવામાં આવ્યા.
New British Stamp With Image Of King Charles Unveiled

Post a Comment

Previous Post Next Post