નવી દિલ્હીના બિકાનેર હાઉસ ખાતે 'સ્કલ્પચર પાર્ક'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

  • જેનો મુખ્ય ઉદ્દેશ્ય નવી દિલ્હીના બિકાનેર હાઉસને રાજધાનીમાં સાંસ્કૃતિક હબ તરીકે વિકસાવવાનો તથા આધુનિક અને સમકાલીન કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો છે.
  • બિકાનેર હાઉસનો આ સ્કલ્પચર પાર્ક રાજધાનીમાં તેના પ્રકારનો પ્રથમ સ્કલ્પચર પાર્ક છે.
  • આ સ્કલ્પચર પાર્કનો શિલાન્યાસ ઈન્ડિયા આર્ટ ફેર દરમિયાન કરવામાં આવ્યો હતો. 
  • બિકાનેર હાઉસ ખાતે સ્કલ્પચર પાર્કના ઉદઘાટનની સાથે સાથે કલા, સાહિત્ય, સંસ્કૃતિ અને વારસાને લગતા મુદ્દાઓ પર પ્રતિષ્ઠિત વ્યક્તિઓની હાજરીમાં 'બીકાનેર હાઉસ ડાયલોગ્સ' પણ શરૂ કરવામાં આવ્યુ.
  • આ પાર્કની પ્રથમ આવૃત્તિમાં, દેશ અને વિશ્વના નામાંકિત અને ઉભરતા કલાકારોની કલાકૃતિઓ/શિલ્પકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવશે.
  • સ્કલ્પચર પાર્કમાં અખિલ ચંદ દાસનું 'સાધુ', તાપસ બિસ્વાસનું 'બનારસ ઘાટ', સતીશ ગુજરાલનું 'ધ ટ્રિનિટી', કે.એસ.  રાધાકૃષ્ણનની 'એર બાઉન્ડ માયા ઓન ધ મૂવ' ટુટુ પટનાયકની 'ટ્રી', ધનંજય સિંહની 'ફેસિસ-2', રામ કુમાર મન્નાની 'ગણેશ', નીરજ ગુપ્તાની 'બિટવીન હેવન એન્ડ અર્થ', તાપસ બિસ્વાસની 'થ્રી ગર્લ્સ', 'સરસ્વતી' અને સુદીપ રોયનું '12.40 P.M.'  સહિત અનેક મહત્વની કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે.
Delhi gets a new Sculpture Park at Bikaner House

Post a Comment

Previous Post Next Post