ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા સરકારી યોજનાઓ લાભ માટે 'Family ID - One Family One Identity' અમલમાં મુકવામાં આવશે.

  • રાજ્ય સરકાર દ્વારા 'એક પરિવાર, એક ઓળખ' યોજના હેઠળ દરેક પરિવારને એક યુનિક ID આપવામાં આવશે.
  • આ મુજબ ઉત્તર પ્રદેશમાં હવે દરેક પરિવારે સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે એક જ કાર્ડ બનાવવું પડશે.  
  • આ ફેમિલી આઈડી ડેટાબેઝના આધારે લોકોને રોજગાર, જાતિ પ્રમાણપત્ર અને અન્ય જરૂરી દસ્તાવેજો માટે મદદ મળશે.  
  • સરકાર દ્વારા ફેમિલી આઈડી માટે ઓનલાઈન પોર્ટલ www.familyid.up.gov.in  બનાવવામાં આવ્યું છે. જેમાં અરજી કરી ફેમિલી આઈડી મેળવી શકાશે.આ ફેમિલી આઈડી 12 અંકોની હશે. 
  • રેશનકાર્ડ ધારકોને ફેમિલી આઈડી લેવાની જરૂર રહેશે નહીં, તેમનો રેશનકાર્ડ નંબર ફેમિલી આઈડી નંબર હશે.
  • આ યોજનાના અમલ માટે રાજ્યના પરિવાર એકમોનો જીવંત ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે.  
  • આ ડેટાબેઝનો ઉપયોગ લાભાર્થીઓની યોજનાઓના સુવ્યવસ્થિત સંચાલન, લક્ષ્યાંકોની સમયસર સિદ્ધિ અને તેમની પારદર્શક કામગીરી માટે કરવામાં આવશે.
  • ફેમિલી આઈડીમાંથી મેળવેલા ડેટાબેઝના આધારે રોજગારથી વંચિત પરિવારોની ઓળખ કરવામાં આવશે અને તેમને પ્રાથમિકતાના ધોરણે રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવામાં આવશે.
UP Government launched Family ID – One Family One Identity Portal

Post a Comment

Previous Post Next Post