Swiss Open 2023માં ભારતના ચિરાગ અને સાત્વિકસાઈરાજે મેન્સ ડબલ્સનું ટાઇટલ જીત્યું.

  • સાત્વિક સાઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય જોડીએ ચીનના રેન ઝિઆંગ યુ અને તાન ક્વિઆંગને 21-19, 24-22થી પરાજય આપી સ્વિસ ઓપન સુપર 300 બેડમિન્ટન મેન્સ ડબલ્સ ટાઇટલ જીત્યું.
  • આ જોડી માટે આ વર્ષનું પ્રથમ ટાઈટલ અને પાંચમું વર્લ્ડ ટૂર ટાઈટલ છે.  
  • વિશ્વ ચેમ્પિયનશિપ 2022ની બ્રોન્ઝ મેડલ વિજેતા વર્ષ 2022માં ઈન્ડિયા ઓપન અને ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીત્યુ હતું.
  • આ અગાઉ આ બંનેએ વર્ષ 2018માં થાઈલેન્ડ ઓપન અને હૈદરાબાદ ઓપનનો ખિતાબ પણ જીત્યો હતો.
  • સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ વર્ષ 2022ની કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
  • ઉલ્લેખનીય છે કે સ્વિસ ઓપનના 68 વર્ષના લાંબા ઈતિહાસમાં પહેલીવાર ટાઈટલ જીતનારી આ પહેલી ભારતીય જોડી છે.
Satwiksairaj Rankireddy and Chirag Shetty win doubles crown swiss open 2023

Post a Comment

Previous Post Next Post