હોકી ઈન્ડિયા દ્વારા ભારતીય મેન્સ હોકી ટીમના નવા મુખ્ય કોચ તરીકે ક્રેગ ફુલટનની નિમણૂક કરવામાં આવી.

  • દક્ષિણ આફ્રિકન કોચ ફુલ્ટન વર્ષ 2014 અને 2018 ની વચ્ચે આયરલેન્ડ ટીમના મુખ્ય કોચ તરીકે હતા ત્યારે આયરિશ ટીમ વર્ષ 2016 રિયો ઓલિમ્પિક ગેમ્સ માટે ક્વોલિફાય થઈ હતી આ માટે તેઓને વર્ષ 2015માં FIH કોચ ઓફ ધ યર એવોર્ડ પણ મળ્યો હતો.
  • વર્ષ 2018 હોકી વર્લ્ડ કપ વખતે તેઓ બેલ્જિયમ હોકી ટીમના કોચિંગ સ્ટાફનો ભાગ હતા તે ટીમે વર્ષ 2018નો હોકી વર્લ્ડકપ જીત્યો હતો.
  • બેલ્જિયન લીગ જીતવા માટે બેલ્જિયન ક્લબને કોચિંગ આપ્યા બાદ 48 વર્ષીય ફુલ્ટનને બેલ્જિયમ કોચ ઓફ ધ યર 2023 તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
  • દક્ષિણ આફ્રિકાની ટીમ સાથે હોકી ખેલાડી તરીકેની તેમની કારકિર્દીમાં તેઓએ 10 વર્ષમાં 195 આંતરરાષ્ટ્રીય મેચો રમી હતી.  
  • ઉલ્લેખનીય છે કે FIH ઓડિશા હોકી મેન્સ વર્લ્ડ કપ 2023માં ટીમ ઇન્ડિયા નવમા સ્થાને રહી હતી અને આ નિરાશાજનક પ્રદર્શન બાદ મુખ્ય કોચ ગ્રેહામ રીડ દ્વારા પદેથી રાજીનામું આપવામાં આવ્યું હતું.
Craig Fulton appointed new chief coach of Indian men's hockey

Post a Comment

Previous Post Next Post