- ઈલેક્શન કમિશન દ્વારા વર્ચ્યુઅલ ફોર્મેટમાં આ 3જી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. જેની થીમ 'Inclusive Elections and Elections Integrity' રાખવામાં આવી છે.
- આ સમિટમાં 25 દેશોના 46 થી વધુ સહભાગીઓ તેમજ ચૂંટણી પ્રણાલી અને નાગરિક સમાજ સંસ્થાઓ માટેના આંતરરાષ્ટ્રીય ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ ભાગ લેવામાં આવ્યો.
- અ કોન્ફરન્સમાં ભાગ લેનારા દેશોમાં અંગોલા, આર્મેનિયા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, નોર્વે, ફિલિપાઇન્સ, પોર્ટુગલ, રોમાનિયા, સ્વીડન, સ્વિટ્ઝર્લેન્ડ અને ઝામ્બિયાનો સમાવેશ થાય છે.
- પ્રથમ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ ગયા વર્ષે નવેમ્બરમાં નવી દિલ્હીમાં 'Role, Framework and Capacity of Election Management Bodies' વિષય પર આયોજિત કરવામાં આવી હતી.
- બીજી 2જી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ ચૂંટણી પંચ દ્વારા 'Use of Technology and Elections Integrity' થીમ પર આ વર્ષે જાન્યુઆરીમાં આયોજિત કરવામાં આવી હતી.
- ઉલ્લેખનીય છે કે હાલમાં ચૂંટણીપંચના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર અનુપ ચંદ્ર પાંડે અને અરુણ ગોયલ કાર્યરત છે.