UN દ્વારા વિશ્વના મહાસાગરોને સુરક્ષિત રાખવા માટે પ્રથમ 'High Seas Treaty' પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.

  • ન્યૂયોર્કમાં યુએન હેડક્વાર્ટર ખાતે યુનાઈટેડ નેશન્સ દ્વારા રાષ્ટ્રીય સીમાઓની બહાર આવેલા અને વિશ્વના લગભગ બે તૃતીયાંશ ભાગમાં  મહાસાગરોને સુરક્ષિત કરવા માટે આ કરાર કરવામાં આવ્યા.
  • આ સંધિ પર વર્ષ 2004થી ચર્ચા ચાલી રહી છે. 'Exclusive Economic Zone' દરિયાકાંઠાથી 200 નોટિકલ માઇલ સુધી વિસ્તરેલો વિસ્તાર, દરિયાકાંઠાના રાષ્ટ્રોના કાયદાકીય અધિકારક્ષેત્ર હેઠળ છે, પરંતુ સૂચિત સંધિ ફક્ત બે તૃતીયાંશ ભાગ ધરાવતા આંતરરાષ્ટ્રીય જળ વિસ્તારોને લાગુ પડશે.
  • માછીમારી, વહાણવટા અને સંશોધન કરવા માટે ખુલ્લો વિસ્તાર 'High Seas' દ્વારા ઓળખાય છે. આ વિસ્તારમાં International Union for Conservation of Nature (IUCN) ની રેડ ડેટા બુક દ્વારા લગભગ 10% દરિયાઈ પ્રજાતિઓ લુપ્ત થવાના જોખમમાં મુકવામાં આવી છે.
  • 'High Seas Treaty' વિશ્વના 30% મહાસાગરોને સંરક્ષિત કરવા માટે નાણાં એકત્રિત કરવા અને દરિયામાં ખાણકામ માટે નવા નિયમો નક્કી કરશે.
  • આ સંધિ દ્વારા ઊંડા સમુદ્રના ખાણકામ જેવી પ્રવૃત્તિઓ અને ઉચ્ચ સમુદ્ર પર થતી માછીમારી પર પ્રતિબંધ મુકવામાં આવશે.
  • સમુદ્ર સંરક્ષણ અંગેનો છેલ્લો આંતરરાષ્ટ્રીય કરાર 'UN Convention on the Law of the Sea' 40 વર્ષ પહેલાં વર્ષ 1982 માં હસ્તાક્ષર કરવામાં આવ્યો હતો.
UN inks first ‘High Seas Treaty’ in a bid to protect ocean bodies of the world

Post a Comment

Previous Post Next Post