વિશ્વભરમાં ઈઝારાયેલની એમ્બેસીઓ બંધ કરવામાં આવી.

  • ઈઝરાયેલમાં પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ સરકારના 'ન્યાયિક સુધારણા બિલ'ના વિરોધ-પ્રદર્શનોના ભાગ રૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
  • આ બિલના વિરોધનો વિવાદ વધવાના પગલે ઈઝરાયેલના સૌથી મોટા શ્રમિક સંઘ હિસ્તાદ્રુત દ્વારા વિશ્વભરમાં ઈઝરાયેલના રાજદ્વારી મિશન સહિત તમામ સરકારી કર્મચારીઓને હડતાળ પર જવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
  • આ દરમિયાન કોન્સ્યુલર સેવાઓ પણ બંધ કરવામાં આવી છે. 
  • શ્રમિક સંઘની સૂચના બાદ ઈઝરાયેલમાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા પણ એરપોર્ટ પર વિમાનોનું ઉડ્ડયન રોકી દેવામાં આવ્યું. 
  • ગયા મહિને ઇઝરાયલ સરકારે સુપ્રીમ કોર્ટને લઇને એક પ્રસ્તાવ જાહેર કર્યો. તેના પાસ થવાથી ઇઝરાયલ સંસદને સુપ્રીમ કોર્ટના નિર્ણયને બદલવાનો અધિકાર મળી જશે. જેને ‘ઓવરરાઇડ’ બિલ નામ આપવામાં આવ્યું છે. જો આ બિલ પાસ થઈ જાય છે તો સંસદમાં જેમની પાસે બહુમતી હશે, તે સુપ્રીમ કોર્ટના નિર્ણયને બદલી શકશે. લોકોનું માનવું છે કે, આવું કરવાથી દેશનું લોકતંત્ર અને સુપ્રીમ કોર્ટ નબળું પડશે.
  • બીબીસીના જણાવ્યા અનુસાર, નવું બિલ ચૂંટાયેલી સરકારોને ન્યાયાધીશોની નિમણૂક કરવામાં દખલ કરવાની મંજૂરી આપી શકે છે. જે ન્યાયતંત્રના સાચા અને ન્યાયી નિર્ણયો લેવાની શક્તિને ઘટાડશે.
  • નેતન્યાહૂનું નવું બિલ લાગુ થવાથી કોઈ કાનૂનને રદ કરવાના મામલે પણ સુપ્રીમ કોર્ટની તાકાત સીમિત બની જશે.
  • આ બિલે ઇઝરાયલને ઘણી હદે બે ભાગમાં વહેંચી દીધું છે. ઇઝરાયલ સેનાનું કરોડરજ્જુ માનવામાં આવતા રિઝર્વવિસ્ટ (સેનાને સેવા આપનાર સામાન્ય નાગરિક)એ કહ્યું કે તેઓ સેનાને પોતાની સેવા આપવાની ના પાડી શકે છે.
Israeli embassies across the world closed

Post a Comment

Previous Post Next Post