રાજસ્થાન સરકાર દ્વારા વિધાનસભામાં 'Right to Health Bill (આરોગ્ય અધિકાર બિલ)' પસાર કરવામાં આવ્યું.

  • આ સાથે રાજ્યની સમગ્ર જનતાને સારવારની ખાતરી આપનારું રાજસ્થાન દેશનું પ્રથમ રાજ્ય બન્યું.    
  • આ બિલ લાગુ થયા બાદ હવે રાજ્યની કોઈપણ સરકારી કે ખાનગી હોસ્પિટલ કોઈપણ દર્દીને સારવાર આપવાનો ઈન્કાર કરી શકશે નહીં અને હોસ્પિટલોમાં દરેક વ્યક્તિને ખાતરીપૂર્વક સારવાર મળશે. 
  • બિલમાં એવી જોગવાઈ છે કે દર્દીની ઇમરજન્સી સ્થિતિમાં ખાનગી હોસ્પિટલમાં પણ મફત સારવાર આપવાની રહેશે.  
  • આ સિવાય સરકાર ખાનગી હોસ્પિટલોમાં ઈમરજન્સી સારવાર માટેના ખર્ચ માટે અલગ ફંડ પણ બનાવશે.  
  • આ બીલ હેઠળ દર્દીની ફરિયાદો માટે જિલ્લા અને રાજ્ય સ્તરે જિલ્લા આરોગ્ય સત્તામંડળ અને રાજ્ય આરોગ્ય સત્તામંડળની રચના કરવામાં આવશે. આ સમિતિમાં સંયુક્ત સચિવ અથવા તેનાથી ઉપરના રેન્કના IAS અધિકારી અધ્યક્ષ તરીકે અને મેડિકલ એજ્યુકેશન કમિશનર, રાજસ્થાનના જોઈન્ટ CEO હશે. રાજ્ય આરોગ્ય વીમા એજન્સી, આયુર્વેદ નિયામક, હોમિયોપેથી નિયામક, યુનાની નિયામક સભ્યો અને આ સિવાય સરકાર તરફથી પબ્લિક હેલ્થ અને હોસ્પિટલ મેનેજમેન્ટમાં સમજણ ધરાવનાર ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના 2 નામાંકિત સભ્યો હશે.જેમાં થયેલ નિર્ણયને દર્દી સિવિલ કોર્ટમાં પણ પડકારી શકશે.
  • આ બિલમાં કાયદાનું ઉલ્લંઘન કરવા અથવા સારવારનો ઇનકાર કરવા પર 10 થી 25 હજારનો દંડ ફટકારવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
  • ઓથોરિટીના સભ્ય સિવાય, તમામ સભ્યોની નિમણૂક 3 વર્ષ માટે કરવામાં આવશે અને 6 મહિનામાં ઓછામાં ઓછા એક વખત આરોગ્ય સત્તામંડળની બેઠક કરવાની રહેશે.
  • સરકાર આ અધિનિયમની શરૂઆતના 6 મહિનાની અંદર ફરિયાદ નિવારણ પ્રણાલી બનાવશે, જેના હેઠળ કોઈપણ દર્દી સંપૂર્ણ દસ્તાવેજો સાથે તે સંસ્થાના ઈન્ચાર્જને એટલે કે હોસ્પિટલને લેખિતમાં ફરિયાદ કરી શકશે.  
  • જેમાં 3 દિવસમાં ફરિયાદનું નિરાકરણ ન આવે તો મામલો ફરીથી જિલ્લા ફરિયાદ નિવારણ સત્તામંડળને મોકલવામાં આવશે. જેનું નિવારણ 30 દિવસમાં ફરિયાદનું નિરાકરણ ન થાય તો રાજ્ય સ્તરે ફરિયાદ મોકલવામાં.આવશે. 
  • બિલ મુજબ રાજ્યના દરેક રહેવાસીને આરોગ્ય સંભાળ સ્તર અનુસાર તમામ પ્રકારની ઓપીડી, આઈપીડી સેવાઓ, સલાહ, દવાઓ, પરીક્ષણો, ઈમરજન્સી ટ્રાન્સપોર્ટ, પ્રક્રિયાઓ અને સેવાઓ, ઈમરજન્સી કેર, મફતમાં મેળવવાનો અધિકાર રહેશે. 
  • રાજ્યના રહેવાસીઓને જરૂરી ફી અથવા ચાર્જ ચૂકવ્યા વિના અકસ્માત-સંબંધિત કટોકટીના કિસ્સામાં રાજ્ય અને નિયુક્ત ખાનગી હોસ્પિટલોમાં તાત્કાલિક સારવાર અને સંભાળ મેળવવાનો અધિકાર રહેશે.
Rajasthan Assembly passes Right to Health Bill

Post a Comment

Previous Post Next Post