- કાસ્થિમત્સ્ય વર્ગની વિદ્યુત માછલીઓ એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના ઝૂલોજી વિભાગના પી.એચ.ડી રીસર્ચ સ્કોલર ધવલ ભટ્ટ દ્વારા સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારા પર હાથ ધરેલાં રિસર્ચ દરમિયાન મળી આવી.
- વિશ્વમાં આ માછલી દક્ષિણ આફ્રિકાથી જાપાન અને ઈન્ડોનેશિયા સુધી સમશીતોષ્ણ અને ઉષ્ણ કટિબંધીય ઈન્ડો વેસ્ટ પેસિફિકના નિવાસ સ્થાનમાં જેવાં મળે છે.
- આ માછલીનું ભૌગોલિક વિસ્તરણ ઓમાન, ભારત, શ્રીલંકા, સિંગાપોર, ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ, વિયેતનામ, ચીન, તાઈવાન, જાપાન અને સંભવત ફિલીપાઈન્સ સુધીનું છે.
- ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર અનુસાર આ માછલીઓની ચોક્કસ વસ્તી સંખ્યાની માહિતી ઉપલબ્ધ નથી જેથી આ માછલીઓ સંરક્ષણની શ્રેણીમાં આવે છે.
- ગુજરાતનો દરિયાકિનારો આશરે 1600 કિમી સુધી વિસ્તરેલો છે અને જે સમગ્ર ભારતમાં સૌથી વધુ 1, 84,000 સ્કવેર કિમી કોન્ટિનેન્ટલ શેલ્ફ ધરાવે છે.
- કોન્ટિનેન્ટલ શેલ્ફ એટલે સમુદ્રતળ આવેલ પ્ભૂમિ વિસ્તાર પછી તુરંત જ શરુ થયો સમુદ્રતળનો ભાગ જેનો ઢોળાવ પ્રમાણમાં ઓછો હોય છે. તે 180થી 250 મીટર ઊંડાણ સુધી વિસ્તરેલો હોય છે. પરંતુ તેની પહોળાઈ બદલાતી રહે છે.
- કોન્ટિનેન્ટલ શેલ્ફ સમુદ્રના પાણીની સપાટી ઊંચી જવાને કારણે અથવા નજીકની જમીનના અધોગમનને કારણે, મોજા અને પ્રવાહોની ધસારાની ક્રિયાને કારણે, નદી દ્વારા અને મોજા દ્વારા સમુદ્રતળ ઉપર નિક્ષેપક્રિયા પામતાં શિલાચૂર્ણના જથ્થાને કારણે અસ્તિત્વમાં આવે છે. સમુદ્રમાં અમુક ઊંડાઈ સુધી સુર્યના કિરણો પહોંચતા હોવાથી અનેક પ્રકારની વનસ્પતિ અને લીલ ઉગે છે, જેનાં લીધે પુષ્કળ માછલાં અને અન્ય જીવસૃષ્ટિ પોષાય છે.
