ISRO દ્વારા 26 માર્ચે સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટાથી OneWeb India-2 મિશન લોન્ચ કરશે.

  • ઈસરો દ્વારા ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ સાથેના વેપારી કરાર હેઠળ બ્રિટન ખાતે આવેલા નેટવર્ક એક્સેસ એસોસિએટ્સ લિમિટેડના 72 ઉપગ્રહોનું પ્રક્ષેપણ કરવામાં આવશે અને તેમને લો-અર્થ ઓર્બિટમાં સ્થાપિત કરવામાં આવશે. 
  • ન્યુ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ એ ઇસરોની વેપારી શાખા છે. 
  • વર્ષ 2022માં 'One Web India' મિશન હેઠળ 23 ઓક્ટોબરે LVM 3 - M2 પ્રક્ષેપણ વાહન દ્વારા 36 ઉપગ્રહો પ્રક્ષેપણ કરવામાં આવ્યા હતા. 
  • આ પ્રકારના બીજા મિશન હેઠળ 26 માર્ચે LVM 3 - M3 પ્રક્ષેપણ વાહન દ્વારા આશરે પાંચ હજાર આઠસો પાંચ કિલોગ્રામ વજનવાળા 36 ઉપગ્રહો લો-અર્થ ઓર્બિટમાં સ્થાપિત કરવામાં આવશે. 
  • આ પ્રક્ષેપણ પછી એક્સેસ એસોસિએટ્સ લિમિટેડ પાસે અવકાશમાં 600થી વધુ ઉપગ્રહો હશે, જે વિવિધ દેશોમાં સ્પેસ સર્વિસથી ઇન્ટરનેટ પ્રદાન કરશે.
ISRO to launch OneWeb India-2 mission from Satish Dhawan Space Centre in Sriharikota

Post a Comment

Previous Post Next Post