- તમામ મહિલા કર્મચારીઓને 7 દિવસની વધારાની કેઝ્યુઅલ લીવ (CL) આપવામાં આવશે.
- ધોરણ 10 પછી ઉચ્ચ માધ્યમિક અને કૉલેજમાં વિદ્યાર્થીનીઓને નાણાકીય સાક્ષરતાના પાઠ ભણાવવામાં આવશે, જે મહિલાલક્ષી હશે.
- કન્યાઓને કૌશલ્ય પ્રશિક્ષણની વ્યવસ્થા કરવામાં આવશે, જેમાં હેન્ડલૂમ, એમ્બ્રોઇડરી, પરંપરાગત લોક કલાની તાલીમનો સમાવેશ કરવામાં આવશે.
- રાજ્યની મહિલા હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ કારીગરોને NID અને NIFT સંસ્થાઓ દ્વારા આધુનિક ડિઝાઇન અને અદ્યતન ટેકનોલોજીની તાલીમ આપવામાં આવશે.
- રાજ્યની ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને ડિજિટલ અને નાણાકીય સાક્ષરતા, અંગ્રેજી, સંદેશાવ્યવહાર અને કાર્ય તૈયારીની 60 થી 80 કલાકની તાલીમ આપવામાં આવશે.
- રાજ્યની ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરતી યુવતીઓને રોજગારી મળી રહે તે હેતુથી વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવશે.
- વિદ્યાર્થિનીઓ માટે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે.