- નિખત ઝરીન 50 કિગ્રા અને નીતૂ ઘંઘાસ 48 કિગ્રા કેટેગરીમાં ફાઈનલમાં પહોંચ્યા.
- નિખત ઝરિને રિયો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલિસ્ટ કોલંબિયાની ઇંગ્રિટ વાલેંસિયાને પરાજય આપ્યો. જ્યારે નીતૂ ઘંઘાસે હાલની એશિયન ચેમ્પિયન અને ગત વર્ષની વર્લ્ડ ચેમ્પિયનશિપની સિલ્વર મેડલિસ્ટ કઝાકિસ્તાનની અલુઆ બાલ્કિબેકોવાને પરાજય આપી ફાઈનલમાં પહોચી.
- આ સાથે જ નિખત સતત બીજા વર્ષે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયશિપની ફાઈનલમાં પહોંચી.
- તેને વર્ષ 2022 વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.