- આ સાથે તેઓએ સૌથી મોટી ઉંમરે એટીપી માસ્ટર્સ 1000 સિરીઝ ટુર્નામેન્ટ જીતવાનો રેકોર્ડ બનાવ્યો.
- આ મેચની ફાઈનલમાં તેઓ અને ઓસ્ટ્રેલિયાના મેથ્યૂ એબ્ડેનની જોડીએ બ્રિટનના સ્કૂપ્સ અને નેધરલેન્ડના કૂલ્હોફની જોડીને 6-3, 2-6, 10-8થી પરાજય આપ્યો.
- અગાઉ એટીપી માસ્ટર્સ 1000 સિરીઝ ટાઈટલ સૌથી મોટી ઉંમરે જીતવાનો રેકોર્ડ કેનેડાના ડેનિયલ નોસ્ટરના નામે હતો.
- બોપન્ના અને એબ્ડેનની જોડીએ કતાર ઓપન ચેમ્પિયનશિપમાં પણ મેન્સ ડબલ્સ ટાઈટલ જીત્યું હતુ.
- તેઓએ કારકિર્દીમાં 10મી એટીપી માસ્ટર્સ 1000 સિરીઝ ટુર્નામેન્ટની ફાઈનલ રમતાં પાંચમી જીત મેળવી અને 2017 પછી પહેલીવાર માસ્ટર્સ 1000 સિરીઝ ટુર્નામેન્ટ જીત્યો હતો.