- ટાઈમ મેગેઝીને બહાર પાડેલી 50 સ્થળોની યાદીમાં ઓડિશાનો મયુરભંજ જિલ્લો તેના દુર્લભ વાઘ, પ્રાચીન મંદિરો, રોમાંચ અને વ્યંજનો માટે પસંદ કરવામાં આવ્યો છે, જ્યારે લદ્દાખ તેના અદભૂત આલ્પાઇન લેન્ડસ્કેપ અને તિબેટીયન બૌદ્ધ સંસ્કૃતિને કારણે પસંદ કરવામાં આવ્યો છે.
- ઉલ્લેખનીય છે કે મયુરભંજના સિમિલીપાલ નેશનલ પાર્કના ઈકોસિસ્ટમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા દરરોજ માત્ર 60 વાહનોને જ આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવે છે.
- ટાઇમની 'The World’s Greatest Places Of 2022' માં ભારતના કેરળ અને અમદાવાદનો સમાવેશ કરાયો હતો.