- Shanghai Cooperation Organization (SCO) એ યુરેશિયન રાજકીય, આર્થિક, આંતરરાષ્ટ્રીય સુરક્ષા અને સંરક્ષણ સંસ્થા છે.
- તે ભૌગોલિક અને વસ્તીની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી મોટું પ્રાદેશિક સંગઠન છે, જે યુરેશિયાના આશરે 60% વિસ્તાર, વિશ્વની વસ્તીના 40% અને વૈશ્વિક જીડીપીના 30% કરતા વધુ વિસ્તારને આવરી લે છે.
- વર્ષ 1996માં પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના, કઝાકિસ્તાન, કિર્ગિઝસ્તાન, રશિયા અને તાજિકિસ્તાન દ્વારા ' Shanghai Five'ની રચના કરવામાં આવી હતી.
- ત્યારબાદ 15 જૂન 2001ના રોજ, આ રાષ્ટ્રો અને ઉઝબેકિસ્તાનના નેતાઓ ઊંડા રાજકીય અને આર્થિક સહયોગ સાથે નવા સંગઠનની જાહેરાત કરવા શાંઘાઈમાં મળ્યા અને SCOની સ્થાપના માટેના ચાર્ટર પર 7 જુલાઈ 2002ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને જે 19 સપ્ટેમ્બર 2003ના રોજ અમલમાં આવ્યું હતું.
- આ સંગઠનમાં ભારત અને પાકિસ્તાન 9 જૂન 2017ના રોજ જોડાયા છે.
- SCOનું સંચાલન હેડ ઓફ સ્ટેટ કાઉન્સિલ (HSC) દ્વારા કરવામાં આવે છે, જે તેની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા છે, જે વર્ષમાં એકવાર મળે છે.
- SCOનું હેડકવાટર બેજિંગ, ચીનમાં છે.