- મારબર્ગ વાયરસએ એક ગંભીર પ્રકારનો હેમોરહેજિક તાવ છે, જે માણસોમાં મારબર્ગ વાયરસને કારણે થાય છે.
- આ વાયરસ RNA ફિલોવાયરસ ફેમિલીમાંથી આવે છે. ઇબોલા વાયરસ પણ આ જ ફેમેલીમાંથી આવે છે.
- આ વાયરસ પ્રથમ વખત 1967માં જર્મનીમાં મારબર્ગ, ફ્રેન્કફર્ટ અને સર્બિયાના બેલગ્રેડમાં શહેરમાં જોવા મળ્યો હતો જેથી આ વાયરસનું નામ પણ મારબર્ગ રાખવામાં આવ્યું છે.
- આ વાયરસને પગલે સરકાર દ્વારા ઈમરજન્સી રિસ્પોન્સ ટીમની રચના કરવામાં આવી છે.
- વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ અત્યાર સુધીમાં 161 લોકો આ વાયરસથી ગ્રસ્ત થયા છે.
- WHO અનુસાર જ્યારે 1967માં રોગચાળો ફાટી નીકળ્યો હતો, ત્યારે તેનાથી મૃત્યુદર 24 થી 88 ટકા હતો.
- આ વાયરસથી ગ્રસ્ત લોકોમાં ખૂબ તાવ, માથાનો દુખાવો, નર્વસનેસ તેમજ સ્નાયુઓમાં દુખાવો, પેટમાં દુખાવો, ખેંચાણ, ઉબકા અને ઉલ્ટી જેવા લક્ષણો દેખાય છે.
- WHO અનુસાર જો ચેપ ગંભીર હોય અને દર્દીને સમયસર સારવાર ન મળે તો 9 થી 10 દિવસમાં તેનું મૃત્યુ થઈ શકે છે.
- ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી આ વાયરસને રોકવા માટે કોઈ રસી બનાવવામાં આવી નથી. આ રોગમાં પણ લક્ષણો અનુસાર દવાઓ કરવામાં આવે છે.
- WHO અનુસાર ઇબોલા વાયરસ સામે રક્ષણ આપવા માટે ઉપયોગમાં લેવાતા મોનોક્લોનલ એન્ટિબોડી અથવા એન્ટિવાયરલનો પણ આ વાયરસ માટે ઉપયોગ કરી શકાય છે.
