- આ એવોર્ડ આંતરરાષ્ટ્રીય સ્તરે આર્કિટેક્ચરના સર્વોચ્ચ સન્માન તરીકે ગણવામાં આવે છે.
- તેઓનો જન્મ વર્ષ 1953માં લંડનમાં થયો હતો.તેમણે વર્ષ 1985માં લંડનમાં ડેવિડ ચિપરફિલ્ડ આર્કિટેક્ટ્સની સ્થાપના કરી હતી.
- તેઓના ઉલ્લેખનીય કાર્યોમાં નદી અને રોવિંગ મ્યુઝિયમ (હેનલી-ઓન-થેમ્સ, યુનાઇટેડ કિંગડમ, 1997), બીબીસી સ્કોટલેન્ડ હેડક્વાર્ટર (ગ્લાસગો, યુનાઇટેડ કિંગડમ, 2007), ટર્નર કન્ટેમ્પરરી (માર્ગેટ, યુનાઇટેડ કિંગડમ, 2011), કેમ્પસ સેન્ટ લુઇસ આર્ટ મ્યુઝિયમ (મિઝોરી, યુએસએ, 2013), મ્યુઝિયો જુમેક્સ (મેક્સિકો સિટી, મેક્સિકો, 2013), વન પેનક્રાસ સ્ક્વેર (લંડન, યુનાઇટેડ કિંગડમ, 2013), રોયલ એકેડમી ઓફ આર્ટસ માસ્ટરપ્લાન (લંડન, યુનાઇટેડ કિંગડમ, 2018), હોક્સટન પ્રેસ (લંડન, યુનાઇટેડ કિંગડમ, 2018), કુન્સ્ટૌસ ઝ્યુરિચ (ઝ્યુરિચ, સ્વિટ્ઝર્લૅન્ડ, 2020)નો સમાવેશ થાય છે.
- વર્ષ 1979માં હયાત ફાઉન્ડેશન દ્વારા સ્થપાયેલ, આ પુરસ્કાર વાર્ષિક ધોરણે આર્કિટેક્ટ્સને તેમના બિલ્ટ વર્ક, સંયોજન પ્રતિભા, દ્રષ્ટિ અને પ્રતિબદ્ધતા જેવા માપદંડોના આધારે આપવામાં આવે છે.
- વર્ષ 2022 ફ્રાન્સિસ કેરે ઇનામ જીતનાર પ્રથમ અશ્વેત આર્કિટેક્ટ બન્યા હતા.
- વર્ષ 2021માં એની લેકાટોન અને જીન-ફિલિપ વાસલને સયુંક્ત રીતે સન્માનિત કરવામાં આવ્યા હતા.