- US એરફોર્સના C-17 એરક્રાફ્ટ દ્વારા તેને બેંગલુરુમાં ઉતારવામાં આવ્યો ત્યારબાદ તેને બેંગ્લોરના યુ.આર રાવ સેટેલાઇટ સેન્ટરમાં લઈ જવામાં આવ્યો.
- આ સેટેલાઇટ નાસા અને ઈસરોએ મળીને આ સેટેલાઈટ બનાવ્યો છે.
- NISARનું પૂરું નામ NASA-ISRO સિન્થેટિક એપરચર રડાર છે જેનું લોન્ચિંગ વર્ષ 2024માં કરવામાં આવશે.
- આ સેટેલાઇટ છે જે પૂર, આગ, ભૂસ્ખલન, ભૂકંપ, તોફાન, ચક્રવાત જેવી આફતોની માહિતી આખી દુનિયાને અગાઉથી આપશે.
- આ સેટેલાઈટના પેલોડમાં બે પ્રકારની રડાર સિસ્ટમ છે. તેને બનાવવામાં 10 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
- આ મિશનનું આયુષ્ય હાલમાં ત્રણ વર્ષનું છે. બાદમાં તેમાં વધુ વધારો થઈ શકે છે. તેના મેશ રિફ્લેક્ટરનો વ્યાસ 40 ફૂટ છે. તેને ધ્રુવીય અર્થ ભ્રમણકક્ષાની નજીકમાં તૈનાત કરવામાં આવશે.