તમિલ લેખક શિવશંકરીને 'સરસ્વતી સન્માન' થી નવાજવામાં આવશે.

  • તેઓને તેમના 2019ના સંસ્મરણો "સૂર્ય વંશમ" માટે "સરસ્વતી સન્માન 2022"એનાયત કરવામાં આવશે.
  • સરસ્વતી સન્માન કે.કે.બિરલા ફાઉન્ડેશન દ્વારા વર્ષ 1991માં સ્થાપિત કરાયેલા ત્રણ સાહિત્યિક પુરસ્કારોમાંનો એક છે. 
  • આ એવોર્ડ દેશમાં ભારતીય સાહિત્યના ક્ષેત્રમાં સર્વોચ્ચ માન્યતા ધરાવે છે અને તેમાં ₹15 લાખનું રોકડ પુરસ્કાર, એક તકતી અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે.
  • લેખિકા શિવશંકરીએ  36 નવલકથાઓ, 48 ઉપન્યાસ, 150 ટૂંકી વાર્તાઓ, 15 પ્રવાસવર્ણનો, નિબંધોના સાત સંગ્રહો અને ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધી પરની એક સહિત ત્રણ જીવનચરિત્રની લખ્યા છે.
  • સૂર્યવંશમ સિવાય તેઓનો ‘નિટ ઈન્ડિયા થ્રુ લિટરેચર’ ગ્રંથ ભારતીય સાહિત્યમાં તેમનું સૌથી મોટું યોગદાન છે.  
  • તેઓની ઘણી કૃતિઓ અનેક ભારતીય ભાષાઓમાં અને અંગ્રેજી, જાપાનીઝ અને યુક્રેનિયનમાં અનુવાદિત થઈ છે.  
  • તેણીની આઠ નવલકથાઓ પરથી ફિલ્મો બનેલ છે.  જેમાં દિગ્દર્શક જાનકી વિશ્વનાથન દ્વારા ફિલ્માંકન કરાયેલ સિરિયલે બાળ મજૂરી પરની તેણીની નવલકથા 'કુટ્ટી'એ રાષ્ટ્રીય તેમજ પ્રાદેશિક 'શ્રેષ્ઠ મેગા સિરિયલ' પુરસ્કારો જીત્યા છે.
  • તેઓને અમેરિકાની લોવા યુનિવર્સિટી દ્વારા 1986માં ઇન્ટરનેશનલ રાઇટર્સ પ્રોગ્રામ અને ઇન્ટરનેશનલ વિઝિટર પ્રોગ્રામ હેઠળ આમંત્રણ આપવામાં આવ્યું હતું.  
  • તેઓ એવા ચાર લેખકોમા સામેલ છે જેમની કૃતિઓ આર્કાઈવ્સ ઓફ યુએસ લાયબ્રેરી કોંગ્રેસ માટે તેની દ્વિશતાબ્દી ઉજવણી નિમિત્તે તેમના પોતાના અવાજમાં રેકોર્ડ કરવામાં આવી હોય.
  • સરસ્વતી સન્માન દર વર્ષે ભારતીય નાગરિક દ્વારા ઉલ્લેખિત સન્માન વર્ષ પહેલાંના છેલ્લા 10 વર્ષોમાં કોઈપણ ભારતીય ભાષામાં લખાયેલ ઉત્કૃષ્ટ સાહિત્યિક કૃતિ માટે આપવામાં આવે છે.
  • આ માટેની પસંદગી સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અર્જન કુમાર સીકરીની અધ્યક્ષતામાં બનેલ પરિષદ દ્વારા કરવામાં આવે છે જેમાં દેશના ઉત્કૃષ્ટ વિદ્વાનો અને લેખકોનો સમાવેશ થાય છે.
  • કે.કે.બિરલા ફાઉન્ડેશન દ્વારા સરસ્વતી સન્માન ઉપરાંત બિહારી પુરસ્કાર અને વ્યાસ સન્માન જેવા સાહિત્યિક પુરસ્કાર આપવામાં આવે છે.
Tamil writer Sivasankari to be awarded Saraswati Samman for memoir ‘Surya Vamsam’

Post a Comment

Previous Post Next Post