ભારતમાં પહેલો સ્વદેશી ચતુર્ભુજ રોબોટ અને એક્સોસ્કેલેટન વિકસાવવામાં આવ્યો.

  • આત્મનિર્ભર ભારત પહેલના ભાગ રૂપે, હૈદરાબાદ સ્થિત સ્વાયા રોબોટિક્સે સંરક્ષણ ક્ષેત્ર માટે આ  પ્રથમ સ્વદેશી ચતુર્ભુજ (ચાર પગવાળો) રોબોટ અને એક્સોસ્કેલેટન વિકસાવ્યું છે.  
  • ભારત દ્વારા સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત કરવા માટે આ રોબોટ્સ યુએસ અને સ્વિટ્ઝર્લેન્ડથી આયાત કરવામાં આવે છે.  
  • આ સ્વદેશી રોબોટ્સ અને પહેરી શકાય તેવા એક્સોસ્કેલેટનને DRDO લેબ્સ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (R&DE), પુણે અને ડિફેન્સ બાયોએન્જિનિયરિંગ એન્ડ ઈલેક્ટ્રોમેડિકલ લેબોરેટરી (DEBEL), બેંગલુરુના સહયોગથી તેમના ડિઝાઈન ઇનપુટ્સ સાથે ટેક્નોલોજી નિદર્શન તરીકે વિકસાવવામાં આવ્યા છે.
  • આ Quadruped(ચતુર્ભુજ રોબોટ્સ) ચાર પગવાળા રોબોટ્સ છે જે અસમાન અને ઉબડખાબડ ભૂપ્રદેશમાં ચાલી અથવા દોડી શકે છે.  
  • લેહ જેવા પ્રતિકૂળ પરિસ્થિતિઓવાળા વિસ્તારોમાં આ રોબોટ્સનો ઉપયોગ કરી શકાય છે.  
  • ઉપરાંત આ રોબોટ આતંકવાદી પ્રવૃત્તિઓ અને અન્ય અસુરક્ષિત સ્થળોને ઓળખવામાં અને દેશના કોઈપણ ભાગમાંથી દેખરેખ રાખી શકાય તેવા વિઝ્યુઅલ્સ મેળવવામાં પણ ઉપયોગી છે.
  • રોબોટ 25 કિગ્રા પેલોડ વહન કરી સૈનિક સાથે ચાલી શકે છે અને આ રોબોટ્સનો ઉપયોગ પરમાણુ પ્લાન્ટ અને અન્ય ઉદ્યોગોમાં પણ કરી શકાય તેમ છે.
First indigenous quadruped robot and exoskeleton developed in India.

Post a Comment

Previous Post Next Post