- આ માટે રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનને વેદાંત ગ્રૂપ સાથે સ્ટેડિયમમાં પ્રથમ તબક્કાના નિર્માણ માટે 300 કરોડ રૂપિયાના MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
- આ સ્ટેડિયમનું નામ વેદાંત ગ્રુપના ચેરમેનના નામ પરથી 'અનિલ અગ્રવાલ ક્રિકેટ સ્ટેડિયમ' રાખવામાં આવશે.
- જયપુરમાં 75 હજાર દર્શકોની ક્ષમતા ધરાવતું આ સ્ટેડિયમ મોટેરા અને મેલબોર્ન પછી વિશ્વનું ત્રીજું સૌથી મોટું અને ભારતમાં બીજું સૌથી મોટું સ્ટેડિયમ હશે.
- સ્ટેડિયમના પ્રથમ તબક્કાના નિર્માણમાં 40 હજાર અને બીજા તબક્કામાં 35 હજાર દર્શકોની બેઠક ક્ષમતા વિકસાવવામાં આવશે.
- સ્ટેડિયમની કુલ દર્શક ક્ષમતા 75 હજાર હશે. સ્ટેડિયમના પ્રથમ તબક્કાના નિર્માણનો અંદાજિત ખર્ચ 400 કરોડ રૂપિયા છે જેમાં BCCI દ્વારા ક્રિકેટ સ્ટેડિયમ માટે RCAને 100 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવશે. આખા સ્ટેડિયમની કિંમત 650 કરોડ થશે.
- જયપુર ક્રિકેટ સ્ટેડિયમ જયપુરના ચોમ્પમાં તૈયાર થઈ રહ્યું છે જેનો પાયો 5 ફેબ્રુઆરી, 2021ના રોજ નાખવામાં આવ્યો હતો.
- અનિલ અગ્રવાલ વેદાંત ગ્રુપના ચેરમેન છે. તે મૂળ રાજસ્થાનના છે અને હાલમાં લંડનથી બિઝનેસ ચલાવી રહ્યા છે.