- તુર્કીની સંસદ દ્વારા સર્વસંમતિથી ફિનલેન્ડને નાટોનું સભ્ય બનવાની મંજૂરી આપવામાં આવી.
- અન્ય નાટો દેશોએ ફિનલેન્ડને નાટો સભ્ય બનવા માટે પહેલેથી જ મંજૂરી આપી દીધી હતી.
- ઉલ્લેખનીય છે કે સ્વીડન અને ફિનલેન્ડે 2022માં નાટોના સભ્ય બનવા માટે અરજી કરી હતી પરંતુ સ્વીડન માટે તુર્કીની સંસદની મંજૂરી મળવાની બાકી છે.
- મોટાભાગના દેશોએ સ્વીડન અને ફિનલેન્ડને નાટોના સભ્ય બનાવવાની મંજૂરી આપી દીધી હતી પરંતુ હંગેરી અને તુર્કી તૈયાર નહતા. જેમાં ફિનલેન્ડને તુર્કીની મંજૂરી આપવામાં આવેલ હોવાથી તે નાટોમાં સભ્ય બનશે.