- પ્રતિષ્ઠિત મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC) દ્વારા ભારતની વર્લ્ડ કપ વિજેતા ટીમના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની, યુવરાજ સિંહ, સુરેશ રૈના, પૂર્વ ભારતીય મહિલા કેપ્ટન મિતાલી રાજ અને મહાન મહિલા બોલર ઝુલન ગોસ્વામીને 'લાઇફ મેમ્બરશિપ' એનાયત કરવામાં આવી.
- MCC દ્વારા આઠ ટેસ્ટ રમનારા દેશોમાંથી 19 નવા માનદ આજીવન સભ્યોના નામની જાહેરાત કરવામાં આવી.
- ઝુલન ગોસ્વામી મહિલા વનડેમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે જ્યારે મિતાલી રાજ 211 ઇનિંગ્સમાં 7,805 રન સાથે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ટોચ પર છે. સુરેશ રૈનાએ 13 વર્ષની કારકિર્દીમાં ODIમાં 5,500 થી વધુ રન બનાવ્યા હતા.
- અન્ય ક્રિકેટરો જેમને સભ્યપદ આપવામાં આવ્યું છે તેમાં વેસ્ટ ઈન્ડિઝની મેરિસા એગુલેરિયા, ઈંગ્લેન્ડની જેન્ની ગન, લૌરા માર્શ, અન્યા શ્રબસોલ અને ઈયોન મોર્ગન અને કેવિન પીટરસન, પાકિસ્તાનના મોહમ્મદ હાફીઝ, બાંગ્લાદેશના મશરફે મોર્તઝા, દક્ષિણ આફ્રિકાના ડેલ સ્ટેન, ઓસ્ટ્રેલિયાના રશેલ. હેન્સ અને ન્યુઝીલેન્ડની એમી સેટરથવેટ અને રોસ ટેલરનો સમાવેશ થાય છે.