ગુજરાતના સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરમાં હનુમાન ભગવાનની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું.

  • મૂર્તિની ફરતે અલગ અલગ 36 જેટલા ઘુમ્મટ તૈયાર કરાયા છે. 
  • મૂર્તિની ફરતે 10થી વધુ મ્યૂરલ અને મૂર્તિની સામે 4 જેટલા ગાર્ડન પણ બનાવવામાં આવ્યાં છે.
  • હનુમાન દાદાની પંચધાતુની પ્રતિમા 30 હજાર કિલો વજન ધરાવે છે અને 54 ફૂટ ઊંચી છે. પંચધાતુની જાડાઈ 7 mmની છે. 
  • આ પ્રતિમા હરિયાણાના માનેસરમાં તૈયાર કરવામાં આવી છે. 
  • 11 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ પ્રોજેકટ 1,45,888.49 સ્ક્વેર મીટર વિસ્તારમાં તૈયાર કરાયો છે.  
  • 50 હજાર સોલિડ ગ્રેનાઇટ રોક અને 30 હજાર ઘનફૂટ લાઇમ ક્રોંકિટના ફાઉન્ડેશનથી બેઝ બનાવાયો છે.
  • આ બેઝ માટેના પથ્થરો મકરાણાથી મગાવાયા હતા.
  • બેઝની ચારે બાજુ હનુમાન દાદાની પરિક્રમા 754 ફૂટ લાંબી હશે. 
  • સ્ટીલના સ્ટ્રક્ચરથી તૈયાર થયેલી આ પ્રતિમાને ભૂકંપની અસર થશે નહીં અને આયુષ્ય 5000 વર્ષથી વધારે છે.  
  • પ્રતિમા બનાવવા થ્રીડી પ્રિન્ટર, થ્રીડી રાઉટર અને સીએનસી મશીનનો ઉપયોગ કરાયો હતો.
Amit Shah Unveils 54 Feet Hanuman Statue In Gujarat On Hanuman Jayanti

Post a Comment

Previous Post Next Post