- આસામ અને અરુણાચલ પ્રદેશ સરકાર દ્વારા દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં આંતર-રાજ્ય સરહદ વિવાદના સમાધાન માટે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા
- ઉલ્લેખનીય છે કે વર્ષ 1972થી આસામ-અરુણાચલ પ્રદેશનો લગભગ 800 કિલોમીટરનો સીમા વિવાદ ચાલી રહ્યો છે.
- વર્ષ 2014થી જ કેન્દ્ર સરકાર દ્વારા બન્ને રાજ્યો વચ્ચે વિવિધ શાંતિ કરાર દ્વારા આ વિવાદનું સમાધાન લાવવાનો પ્રયાસ ચાલી રહ્યો હતો.
- બન્ને રાજ્યો વચ્ચેનો વિવાદ વર્ષ 1989થી સુપ્રીમ કોર્ટમાં છે.
- આ કરાર મુજબ બન્ને રાજ્યોની સરહદ પરના 123 ગામોમાંથી 71 ગામનો વિવાદનું શાંતિપૂર્ણ રીતે સમાધાન થઇ ચુક્યું છે.
- આ કરાર બાદ અરુણાચલ પ્રદેશનું એક ગામ આસામમાં શામેલ થઇ જશે જ્યારે આસામના 60 ગામ અરુણાચલ પ્રદેશમાં શામેલ કરવામાં આવશે.
.