કર્ણાટકમાં પહેલીવાર Vote from Home વિકલ્પ આપવામાં આવ્યો.

  • Election Commission of India (ECI) દ્વારા કર્ણાટકમાં પ્રથમ વખત ઘરેથી મત આપવાનો વિકલ્પ જાહેર કરવામાં આવ્યો.
  • આ વિકલ્પ હેઠળ દિવ્યાંગ અને 80 વર્ષથી વધુ વયના લોકો ઘરે બેસીને મતદાન કરી શકશે.
  • આ વિકલ્પ હેઠળ રાજ્યભરમાં 80 વર્ષથી વધુ વયના 60 હજાર લોકો અને 15 થી 20 હજાર વિશેષ વિકલાંગ લોકોએ ઘરેથી મતદાન કરવાનું પસંદ કર્યું છે.
  • બેંગલુરુમાં 8,500 થી વધુ વરિષ્ઠ નાગરિકો અને 100 થી વધુ શારીરિક વિકલાંગ લોકો (દિવ્યાંગ) એ નોંધણી કરાવી છે.
  • આ વિકલ્પ 80 વર્ષથી ઉપરની વયના અને દિવ્યાંગ લોકો ઉપરાંત એવા લોકો માટે છે કે જેઓ કાં તો તેમના ઘર સુધી મર્યાદિત છે અથવા વય-સંબંધિત બિમારીઓથી પીડિત છે.
  • આ માટે આવી વ્યક્તિઓના ઘરે બેલેટ પેપર લઈ જઇ અને તેમના મત એકત્રિત કરવામાં આવશે.
  • આ મતદાન વાસ્તવિક દિવસના 5 થી 6 દિવસ પહેલા થશે. આ સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવશે.
  • ઉમેદવારોના પોલિંગ એજન્ટોને અગાઉથી જાણ કરવામાં આવશે. જેથી મહત્તમ પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે તેઓ પણ મતદાન પ્રક્રિયા દરમિયાન હાજર રહેશે.
EC first time introduces Vote from Home option in Karnataka Assembly election

Post a Comment

Previous Post Next Post