ક્રિકેટ રમનાર ક્રિકેટર 33 વર્ષીય ગેરી બેલેન્સ દ્વારા ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરવામાં આવી.

  • તેને ઈંગ્લેન્ડ અને ઝિમ્બાબ્વે બંને માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી છે.  
  • તેને બે વર્ષનો કોન્ટ્રાક્ટ મળ્યા બાદ તેણે ઝિમ્બાબ્વે માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો જેમાં તેણે ઝિમ્બાબ્વે માટે એક ટેસ્ટ, એક T20 ઈન્ટરનેશનલ અને 5 ODI રમી છે.  
  • વર્ષ 2013માં આંતરરાષ્ટ્રીય વનડેમાં તેને ઇંગેલન્ડ માટે ડેબ્યૂ કર્યું હતું.  
  • તેને ઈંગ્લેન્ડ માટે માત્ર ટેસ્ટ અને ODI ક્રિકેટ રમી છે, જ્યારે તેણે ઝિમ્બાબ્વે માટે ત્રણેય ફોર્મેટ રમ્યા છે.
  • તેને તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં કુલ 24 ટેસ્ટ, 21 વનડે અને 1 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.  ટેસ્ટમાં તેણે 5 સદી અને 7 અડધી સદી સાથે કુલ 1653 રન અને વનડેમાં 4 ફિફ્ટીની મદદથી કુલ 454 રન તથા એકમાત્ર T20 ઈન્ટરનેશનલમાં 30 રન બનાવ્યા છે.
Gary Ballance Retires from All Forms of Cricket

Post a Comment

Previous Post Next Post