- વર્ષ 2022 ના એપ્રિલમાં આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં અજાણ્યા મૃતદેહોના 150 ડીએનએ નમૂનાઓનો ડેટાબેઝમાં સંગ્રહિત કરવામાં આવ્યો છે.
- આ ડેટાબેઝની મદદથી મૃતદેહોની ઓળખ કરવામાં આવશે અને તેમના પ્રિયજનોને શોધી રહેલા પરિવારોને માહિતી આપવામાં આવશે.
- સંબંધીઓના DNA (Deoxyribonucleic acid) નમૂનાઓ DNA પ્રોફાઇલિંગ ડેટાબેઝમાં સંગ્રહિત ડેટા / નમૂનાઓ સાથે મેચ કરવામાં આવશે અને ચોક્કસ વિગતો સેકંડમાં ઉપલબ્ધ થઈ શકશે.
- ઉપરાંત DNA ડેટાબેઝ ગુનાહિત તપાસમાં પણ મદદ કરશે.