વિશ્વ બેંકના લોજિસ્ટિક્સ પર્ફોર્મન્સ ઈન્ડેક્સ 2023માં ભારતે 38મુ સ્થાન મેળવ્યું.

  • ભારત આ ઇન્ડેક્ષમાં વર્ષ 2018 કરતા 6 સ્થાન આગળ આવ્યું છે આ સુધારો ટેક્નોલોજી તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં નોંધપાત્ર રોકાણને કારણે થયો હતો.
  • ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં ભારતમાં National Logistics Policy (NLP) પણ લોન્ચ કરવામાં આવી હતી, જેનો હેતુ માલની ઝડપથી ડિલિવરી કરવા, પરિવહનના પડકારોને દૂર કરવા, ટર્નઅરાઉન્ડ સમય ઘટાડવા અને ઉત્પાદન ક્ષેત્ર માટે નાણાં બચાવવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યો હતો.
  • ઉપરાંત સરકારે ઓક્ટોબર 2021માં PM ગતિ શક્તિ પહેલની જાહેરાત કરી હતી, જે લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા અને 2024-25 સુધીમાં અર્થતંત્રને વેગ આપવા માટે એક રાષ્ટ્રીય માસ્ટર પ્લાન છે.

Post a Comment

Previous Post Next Post