ભારતીય વાયુસેના ફ્રાન્સમાં આયોજિત થનાર બહુપક્ષીય આંતરરાષ્ટ્રીય હવાઈ કવાયત 'ORION' માં ભાગ લેશે.

  • આ કવાયત ફ્રાન્સના મોન્ટ ડી માર્સનમાં ફ્રેન્ચ એર એન્ડ સ્પેસ ફોર્સ (એફએએસએફ) ના એર ફોર્સ બેઝ સ્ટેશન ખાતે 17 એપ્રિલથી 05 મે 2023 દરમિયાન આયોજિત કરવામાં આવી રહી છે.
  • કવાયતમાં ભારતીય વાયુસેનાની ટુકડીમાં ચાર રાફેલ એરક્રાફ્ટ, બે સી-17 અને બે એલએલ-78 એરક્રાફ્ટ અને 165 એરમેનનો સમાવેશ કરવામાં આવ્યો છે.  
  • ભારતીય વાયુસેનામાં સામેલ કરાયેલા રાફેલ વિમાન માટે આ પ્રથમ વિદેશી કવાયત હશે.
  • ભારતીય વાયુસેના અને ફ્રાન્સની ફ્રેંચ એર એન્ડ સ્પેસ ફોર્સ ઉપરાંત જર્મની, ગ્રીસ, ઇટાલી, નેધરલેન્ડ, બ્રિટન, સ્પેન અને યુનાઇટેડ સ્ટેટ્સના વાયુસેના પણ આ કવાયતમાં ભાગ લેશે.
IAF to participate in multilateral international exercise

Post a Comment

Previous Post Next Post