- વિખ્યાત ભારતીય-અમેરિકન ગણિતશાસ્ત્રી અને આંકડાશાસ્ત્રી કલ્યામપુડી રાધાકૃષ્ણ રાવને આંકડાશાસ્ત્રમાં 2023નું આંતરરાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવશે.
- આ એવોર્ડ આ ક્ષેત્રમાં નોબેલ પુરસ્કારની સમકક્ષ ગણાય છે.
- આ પુરસ્કાર તેઓના 75 વર્ષ પહેલાંના તેઓના આંકડાકીય કાર્યથી આંકડાકીય વિચારસરણીમાં લાવવામાં આવેલ ક્રાંતિ માટે આપવામાં આવશે.
- તેઓનો જન્મ કર્ણાટકના હદગાલીમાં એક તેલુગુ પરિવારમાં થયો હતો.હાલમાં તેઓ 102 વર્ષના છે, તેમને આ એવોર્ડ જુલાઈમાં ઓટ્ટાવા, ઓન્ટારિયો, કેનેડામાં દ્વિવાર્ષિક ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટેટિસ્ટિક્સ વર્લ્ડ સ્ટેટિસ્ટિકલ કોંગ્રેસ ખાતે USD 80,000 ના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.
- અગાઉ તેઓને ભારત સરકાર દ્વારા વર્ષ 1968માં પદ્મ ભૂષણ અને વર્ષ 2001માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
- આંકડાશાસ્ત્રમાં આંતરરાષ્ટ્રીય પુરસ્કાર પાંચ મુખ્ય આંતરરાષ્ટ્રીય આંકડાકીય સંસ્થાઓના સહયોગથી દર બે વર્ષે આપવામાં આવે છે.